હવે ઉડતી કાર બનશે ગુજરાતમાં, આકાશમાં 190ની સ્પીડે કાર દોડાવી શકાશે

દુનિયા માટે અત્યાર સુધી અજાયબી જેવી બની રહેલી ઉડતી કાર(ફ્લાઈંગ કાર)નો પ્લાંટ ગુજરાતમાં સ્થાપિત થવાની સંભાવના છે. દેશના વિવિધ રાજ્યોમાં પ્લાંટ માટે જગ્યા શોધ્યા બાદ ડચ કંપની પાલ-5ના સહસંસ્થાપક અને એક્ઝિકયુટીવ ઓફીસર રોબર્ટ ડિન્જેમન્સના વડપણ હેઠળ કંપનીના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

ગુજરાત સરકારે ડચ કંપનીને રાજ્યમાં પ્લાંટ નાંખવા માટે જમીન, પાણી અને વીજળીની સુવિધા આપવાની ખાતરી આપી છે. સાથે જ અન્ય ઈનસેન્ટીવ પણ પુરા પાડવાનો વિશ્વાસ આપ્યો છે પાછલા દિવસોમાં કંપનીના અધિકારીઓએ ભારતમાં ડચ એમ્બેસેડર અને દૂતાવાસના અધિકારીઓએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. કંપનીના અધિકારીઓએ આ મુલાકાત બાદ કહ્યું કે ભારતમાં અન્ય રાજ્યોમાં પણ પ્લાંટ નાંખવા માટે જગ્યા શોધવામાં આવી રહી છે.

કંપનીના અધિકારીઓ એશિયામાં ઉડતી કારના પ્લાંટની શક્યતાની ચકાસણી કરવા માટે ગુજરાત આવ્યા હતા. કંપનીનું માનવું છે કે 2024 સુધી દુનિયામાં ઉડતી કારનુ માર્કેટ દોઢ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. આ કારનું વજન 910 કિલો હશે. ઓન રોડ સ્પીડ 160 કિમી પ્રતિ ક્લાક હશે અને આકાશમાં 190 કિમી પ્રતિ ક્લાકની સ્પીડ હશે. બે વ્યક્તિ સવાર થઈને આમાં આરામથી રોડ અને આકાશ એમ બન્નેને મુસાફરી કરી શકશે.