ભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામમાં માતમનો વરસાદ, ડૂબી જતા 4 બાળકો અને મહિલાનું મોત

ભાવનગર જિલ્લામાં આવેલા વલ્લભીપુરના જૂના રતનપર ગામમાં આજે શોકનું મોજું પ્રસરી જવા પામ્યું છે. એક સાથે પાંચ જણાના મોતને પગલે ગામમાં માતમનો વરસાદ થઈ રહ્યો છે. મૃત્યુ પામનારાઓમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.

વિગતો મુજબ રતનપર ગામમાં આજે બપોરે દેવૂપજક સમાજના ખેત મજૂરો ભોજન કર્યા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા પડ્યા હતા. કુલ 10 જણા ડૂબ્યા હતા. જેમાંથી પાંચ વ્યક્તિને તરવૈયા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી.

આ ઘટનામાં ચાર બાળકો અને એક મહિલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. અન્ય એક મહિલાને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.રતનપરમાં ગમગીની છવાઈ ગઈ છે અને સગાસંબંધીઓમાં માતમ જોવા મળી રહ્યું છે.