કલમ 370: અભિનંદન આપતા પ્રસ્તાવ પર મુસ્લિમ કોર્પોરેટરોએ સહી કરી, રાજકીય ચર્ચાએ પકડ્યું જોર

કાશ્મીર મુદ્દે આર્ટિકલ 370 નાબુદી પર મોદી અને અમિત શાહના વખાણ કરતાં પ્રસ્તાવ પર અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસના ઠરાવ પર મુસ્લિમ કોર્પોરેટરોએ સહી કરતાં સોશિયલ મીડિયામાં આને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે.

ભાજપ દ્વારા ગુજરાતભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોને કલમ 370 રદ્દ કરવાના મોદી સરકારના નિર્ણયને અભિનંદન આપતો પ્રસ્તાવ મોકલવાનું ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પ્રસ્તાવ કરશે જ્યારે જ્યાં કોંગ્રેસ કે અન્ય પક્ષો સત્તામાં છે તેમને પ્રસ્તાવ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થતાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપતો ઠરાવ રજૂ કરી પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ પર અંકલેશ્વર નગરપાલિકાના મુસ્લિમ કોર્પોરેટરો નામે રફીક ઝઘડીયાવાલા, નસરીન મીર,અમીર મુલ્લા(પ્રકાશ હોટલવાલા)એ પણ સહી કરી છે.

અભિનંદન પ્રસ્તાવ સહી કરવામાં આવતા અંકલેશ્વરમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. પણ મુસ્લિમ કોર્પોરેટરોનું કહેવું છે કે કલમ 370 રદ્દ કરી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ દેશ માટે અભૂતપૂર્વ કામ કર્યું છે. આને લઈને પાર્ટી પોલિટીક્સથી પર થઈને સહી કરવામાં આવી છે.