લાંબા સમયથી ગૃહ યુદ્વનો કારમો માર સહન કરી રહેલા સૂડાનમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો છે. આ ખૂની ખેલમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છ. સૂડાનમાં પૂર્વ વિસ્તારમાં મંગળવારે થયેલી જાતિવાદી હિંસામાં 37 લોકો માર્યા ગયા છે.
આ ખૂની ખેલમાં માર્યા ગયેલા 37 લોકો ઉપરાંત 200 કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી છે. સ્થાનિય મીડિયા પ્રમાણે સૂડાનમાં પૂર્વ વિસ્તારમાં આવેલા બાની આમેર અને નુબા જાતિ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ઘટનાનું મુખ્ય કારણ સામે આવ્યું નથી. સૂડાનમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે અને ગર્વનરને બરખાસ્ત કરવામાં આવ્યા છે.