સુરતમાં A અને AB પોઝીટીવ રક્તની અછત, રક્તદાન કરવા લોકોને અપીલ

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ પાણીજન્ય રોગો ઉથલો મારી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રક્તની અછત સર્જાઈ છે. લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે.

સુરતમાં A અને  AB પોઝીટીવ બ્લડની અછત સર્જાઈ છે. ઉધના-મગલ્લારોડ ખાતે આવેલા સુરત રક્ત દાન કેન્દ્ર અને વરાછા ખાતે આવેલા લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર તેમજ નજીકની હોસ્પિટલોમાં વધુમાં વધુ રક્તદાન કરી બ્લડ સુરતમાં જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની ટહેલ નાંખવામાં આવી છે. ગઈકાલે રાત્રે આ બ્લડ ગ્રુપની અછત સર્જાતા ઈમરજન્સીમાં લોકોને બ્લડ ડોનેટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદો સુધી બ્લડ પહોંચાડવામાં આવ્યું હતું.

હાલ સુરતમાં પાણીજન્ય રોગો ઉથલો મારી રહ્યા છેે. ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલોમાં તાવ, શરદી,ખાંસી અને વાયરલ ફિવરના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં બ્લડની અછતને પહોંચી વળવા માટે લોકોને બ્લડ ડોનેટ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

‘સમકાલીન’ A અને  AB પોઝીટીવ બ્લ્ડ ગ્રુપ ધરાવતા લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરે છે.