મનમોહનસિંહની SPG સિક્યોરીટી હટાવાઈ, હવે PM મોદી સહિત ચાર VVIPને જ મળશે આવું સુરક્ષા કવચ, જાણો કોણ

કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને મળતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(SPG) સુરક્ષા પરત ખેંચી લીધી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી જણાવ્યું કે 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહેલા મનમોહનસિંહને ઝેડ પ્લસ સુરક્ષા મળથી રહેશે. SPG સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય વિભિન્ન સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે પીએમ મોદી સહિત દેશના માત્ર ચાર નેતાને જ SPGનું સુરક્ષા કવમ મળશે.

ઝેડ પ્લસ સુરક્ષા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(સીએપીએફ) દ્વારા મળતી ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૈકીની એક છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વર્તમાન સુરક્ષા કવચની સમીક્ષા કરી ખતરાની આશંકા પર આધારિત આ એક પ્રેકટીક્લ સ્ટડી છે. જોકે, મનમોહનસિંહ ઝેડ પ્લસ સુરક્ષા મળતી રહેશે.

SPG દ્વારા આપવામાં આવતી સુરક્ષાનો નિર્ણય કેબિનેટ સચિવાલય અને ગૃહ મંત્રાલયની અલગ અલગ ગુપ્તચર એજન્સી મારફત આપવામાં આવેલી સૂચનાનાં આધારે ત્રણ મહિના સુધી સમીક્ષા કરીને કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની SPG સુરક્ષા હટાવ્યા બાદ હવે આ સુરક્ષા કવચ પ્રધાન મંત્રી મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીને જ મળશે.