ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ફોટો જોઈને આંખો થઈ જશે પહોળી

ઈસરોનું મિશન ચંદ્રયાન-2 ધીરે ધીરે સરપ્રાઈઝ અને અંતરીક્ષ રહસ્યો પરથી પરદો ઉંચકી રહ્યો છે. ચંદ્રયાન-2 ચંદ્રની વધુને વધુ નજીક પહોંચી રહ્યો છે. ઈસરો દ્વારા સમય સમય પર અપડેટ આપવામાં આવી રહ્યા છે. તાજા ઘટનાક્રમમાં ચંદ્રયાન-2 દ્વારા ચંદ્રની સપાટીના કેટલાક ફોટો મોકલવામાં આવ્યા છે.

ચંદ્રયાન-2એ કેટલાક ફોટો મોકલ્યા છે. ઈસરોએ આ ફોટો રિલીઝ કર્યા છે. ચંદ્રયાન-2ના ટેરેન મેપિંગ કેમેરા દ્વારા ચંદ્રની સપાટીથી અંદાજે 4375 કિમીની ઉંચાઈએથી આ ફોટો લેવામાં આવ્યા છે. ઈસરો અનુસાર આ ફોટોમાં જેક્સન, મચ, કોરોલેન અને મિત્રા નામના સ્થળો જોવા મળી રહ્યા છે.

ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે અને જેવી રીતે કલ્પના કરવામાં આ છે તેવી રીતે શું ચંદ્ર જોવા મળે છે. જેમ જેમ યાન ચંદ્રની નજીક પહોંચશે તેમ તેમ અનેક ખગોળીય રહસ્યો બહાર આવશે.

આ પહેલાં યાને સ્પેસમાંથી પૃથ્વીના ફોટો મોકલ્યા હતા. ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં યાને પૃથ્વીના ફોટો મોકલ્યા હતા.

21મી ઓગષ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની દ્વિતીય કક્ષામાં પ્રવેશ કરી ચૂક્યું છે. 28મી ઓગષ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની તૃતિય કક્ષામાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ચંદ્રની ચારે તરફ 178 કિમીનું એપોજી અને 1411 કિમીનું પેરોજીમાં ચક્કર કાપશે.