બેન્ઝીન નામનું ઝેરી કેમિકલ ઝઘડીયાના રોડ પર ઠલવાતા મચી ગઈ નાસભાગ, પછી શું થયું જાણો

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલ પાનોલી ઈન્ટરમીડિએટ કંપની નો માથાં ભારે ટેન્કર ચાલક દ્વારા બેન્ઝીન નામનું કેમિકલ પ્રવાહી જે જવલનશીલ પ્રવાહી હોય જે ટેન્કર ચાલક દ્વારા વાલ્વને જાહેર માર્ગ પર ખોલી નાખતા નાસભાગ મચી જવા પામી હતી.બેફીકરાઈ તેમજ બેદરકારી ટેન્કર ચાલકને સ્થાનિકોની ફરીયાદ બાદ વાહન સાથે ઝઘડીયાી જી.આઈ.ડી.સી  પોલીસ મથકે લઈ જવાયો હતો.

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવતા કેમીકલના ટેન્કરો, ટ્રકો, કન્ટેનરોના ચાલકો દ્વારા કોઈ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી.જેથી તેમની બેદરકારી જી.આઈ.ડી.સીનાં ઉધોગો તથા સ્થાનિકો માટે અત્યંત જોખમીરુપ થઈ શકે છે.

ઝઘડીયા જી.આઈ.ડી.સી નાં પ્લોટ નંબર 778/1, 765/1માં આવેલી પાનોલી ઈન્ટરમીડિએટ (ઈ) પ્રા.લી કંપની આવેલી છે. જે કલોરો બેઝનેસ એમિનેસ નું ઉત્પાદન કરે છે. આજરોજ સવારે કંપનીનું એક ટેન્કર  34 ટન બેન્ઝીન ભરીને આવ્યુ હતુ. કંપનીમાં બેન્ઝીન ખાલી કયાં બાદ ટેન્કર ચાલક બહાર નિકયો હતો. જી.આઈ.ડી.સી આરતી ચોકડી પાસે ટેન્કર ચાલક અચાનક ટેન્કર ઉભું રાખી તેનો વાલ્વ ખોલી નાખતા જવલનશીલ બેન્ઝીન જે ટેન્કરમાં બચેલુ હતું તે પૈકીનું રોડ પર જાહેરમાં ઢોળાયું હતું ટેન્કર ચાલકની આવી જોખમી બેદરકારીથી લોકોમાં ભય જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકો દ્વારા જી.આઈ.ડી.સી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી ટેન્કર ચાલક સહીત ટેન્કરને જી.આઈ.ડી.સી. પોલીસ મથકે લઈ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી મેમો ફટકારવામાં આવ્યો હતો.