દાનહના IAS ગોપીનાથ કન્નને કહ્યું”કાશ્મીરમાં લોકોનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી એટલે આપ્યું રાજીનામું

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરજ બજાવી રહેલા આઈએએસ અધિકારી ગોપીનાથ કન્નને રાજીનામું આપી દેતા ભારે ચર્ચા થઈ રહી છે. રાજીનામા પાછળ અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની નીતિઓના કારણે કન્નન નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. કન્નન વિદ્યુત વિભાગના સચિવ પદે કાર્યરત હતા. 2008માં કરેળમાં આવેલા પુર દરમિયાન રાહત સામાગ્રી પોતાના ખભા પર મૂકીને લોકો સુધી પહોંચાડ હતી. આ ફોટો વાયરલ થયા બાદ તેઓ યુવાઓ માટે આદર્શ અને પ્રેરણારૂપ બન્યા હતા.

ગોપીનાથ કન્નને ઈન્ડીયન એક્સપ્રેસના કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં પાછલા પંદર દિવસથી લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં જે સ્થિતિ બની છે તેને લઈ ઉઠી રહેલા અવાજોને સાંભળવામાં આવી રહ્યા નથી. આ અભિવ્યક્તિ સ્વાતંત્રતાનું હનન છે. આ સ્થિતિ સ્વીકારવા યોગ્ય નથી.

અંગ્રેજી અખબારને કહ્યું કે જો દુનિયાનો સૌથી મોટું લોકતંત્ર દેશ એક રાજ્ય પર પ્રતિબંધ મૂકી શકે છે અને ત્યાંના લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે તો મને લાગે છે કે આની વિરુદ્વ અવાજ ઉઠાવવો જોઈએ.

રાજીનામાને લઈ કન્નને કોઈ લેખિત કારણ આપ્યું નથી, પણ દાદરા નગર હવેલીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ તેઓ કેન્દ્ર સરકારની નીતિઓથી ખાસ્સા નારાજ હતા. કન્નને પોતાનું રાજીનામું દાદરા નગર હવેલીના એડમિન્સ્ટ્રેટરના સલારહકાર મારફત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલાયને મોકલી આપ્યું છે. તેઓ 2012ની બેચના આઈએએસ અધિકારી હતા.

નોંધનીય છે કે દાદરા નગર હવેલની પ્રશાસક પ્રફુલ પટેલ અને ગોપીનાથ કન્નન વચે વારંવાર મતભેદોની વાત બહાર આવી રહી હતી. કન્નન અને પ્રફુલ પટેલ વચ્ચે બનતું ન હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારના રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બનેલી હતી. કન્નને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને કેટલાક અધિકારીઓ વિરુદ્વ ફરીયાદ પણ કરી હતી. તે વખતે તેઓ સેલવાસના કલેક્ટર હતા. ફરીયાદ બાદ તેમની બદલી કરી દેવામાં આવી હતી અને વિદ્યુત વિભાગમાં મોકલી આપવામાં આવ્યા હતા.