ગીરનાં જંગલમાં 6 શખ્સો સિંહોનો વીડિયો શૂટ કરી રહ્યા હતા અને પછી થયું આવું કશુંક

ગીરના જંગલની સેન્ચ્યુરી પાર્કમાં ગેરકાયદેસર ઘૂસેલા બે પત્રકાર સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવતા ભારે ચર્ચાસ્પદ મામલો બની ગયો છે. તમામે પ્રતિબંધિત એવા કુટીયા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સિંહના ગ્રૂપનું શૂટીંગ કરી રહ્યા હતા. સિંહોનું શૂટીંગ કરી રહેલા આ ગ્રુપ પર વન વિભાગના કર્મચારોની નજર પડતા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

વનવિભાગે 6 શખ્સો સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો દાખલ ધરપકડ કરી છે. 6 શખ્સોમાં એક ચેનલના પત્રકાર અને કેમેરામેનનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલાઓમાં પ્રેમપરા ગામના ટપાલી બાલકદાસ દેવમુરારી, નટવર બાવા ભુવા (પ્રેમપરા), નીતિન પોપટ રૈયાણી (જાંબુડી), ડાયા પોલા ધીનોયા (પ્રેમપરા) હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેન્ચ્યુરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સિંહની પજવણી કરવા મામલે સખ્ત કાર્યવાહી કરી છે. વન વિભાગે તમામ સામે સિંહના શિકારની કલમનો પણ ઉમેરો કર્યો છે.

ત્રણ મોટરસાયકલ કેમેરા, બૂમ માઈક, મોબાઇલ કબજે કરી તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ઝડપાયેલા પત્રકારોએ વનવિભાગના કર્મચારીઓ સામે માર માર્યાની ફરિયાદ કરી છે. ચેનલના પત્રકાર અને અન્ય ત્રણ શખ્સોને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.