પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન, શોકનું મોજું

દેશના પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ મોત સામે જંગ લડી રહ્યા હતા. તેઓ 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 12: 07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયા અલવિદા કરી હતી.

14 મે, 2018 ના રોજ, કિડનીની બિમારીથી પીડાતા અરુણ જેટલીનું ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ  ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેટલીને ડાયાબિટીઝ પણ હતું. જાન્યુઆરી 2019માં જેટલીને સોફ્ટ-ટીશ્યુ સારકોમાનું દુર્લભ સ્વરૂપનું નિદાન થયું હતું અને ન્યૂ યોર્કમાં સારવાર કરવામાં આવી હતી.

એઈમ્સમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખતા જેટલીના ખબર અંતર માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, કોંગ્રેસના નેતાઓ તથા વિપક્ષના અન્ય નેતાઓએ એઈમ્સની મુલાકાત લીધી હતી. એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા બાદ જેટલીને લાઈફ સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.