જમ્મૂ-કાશ્મીરમાંથીકલમ 370 રદ્દ કર્યા બાદ રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતા આજે ખીણ પ્રદેશમાં જવાના છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ,કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટ ફ્રન્ટના નેતા સીતારામ યેચુરી, ડી.રાજા, ડીએમકેના તિરુચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજીદ મેમણ, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી સામેલ થશે. આ સિવાય શરદ યાદવ પણ કાશ્મીર જનારા નેતાઓમાં છે. કલમ 370 રદ્દ કર્યા બાદ રાહુલ ગાંધીએ જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ અને સવાલો ઉભા કર્યા હતા.
રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યું હતું કે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી હિંસાની ખબરો આવી રહી છે. પ્રધાનમંત્રીએ શાંતિ અને નિષ્પક્ષતા બનાવી રાખવા માટે મામલાને જોવો જોઈએ. આ ટવિટ પર રાજ્યપાલ સત્યપાલ મલીકે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું નિમંત્રણ આપું છું અને એરક્રાફ્ટની વ્યવસ્થા કરી આપીશ. તો રાહુલ ગાંધીએ આ નિમંત્રણ સ્વીકારી કહ્યું હતુ કે એરક્રાફ્ટની વ્યવસ્થા કરવાની જરૂર નથી, માત્ર ત્યાંના લોકો સાથે મળવા દેવામાં આવે.
વિપક્ષના ડેલિગેશનની જાહેરત વચ્ચે જમ્મૂ-કાશ્મીરની વહીવટી તંત્રનું બયાન આવ્યું છે કે વિપક્ષી નેતા કાશ્મીર ન આવે અને સહયોગ કરે. પોલીસ સૂત્રોએ કહ્યું છે કે વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી બહાર જવા દેવામાં આવશે નહીં.
કાશ્મીર પ્રશાસને ટવિટ કરીને કહ્યું છેકે વિપક્ષી નેતાઓના ડેલિગેશનની મુલાકાતથી અસુવિધા થશે. અમે આતંકીઓથી બચવા માટે લાગેલા છીએ. પ્રશાસને કહ્યું કે વિપક્ષી નેતાઓ જમ્મૂ-કાશ્મીરમા લાગુ કરાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. નેતાઓએ સ્થિતિ સમજવી જોઈએ અને શાંતિ તથા વ્યવસ્થા જાળવી રાખવા અને નુકશાનને અટકાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.