પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું પણ તેમણે ત્રણ-ત્રણ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ગુજરાતમાંથી ત્રણ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મંત્રી બન્યા હતા. જેટલીએ દત્તક લીધેલા કરનાળી ગામમાં પોતે ન આવી શકે તો પત્ની સંગીતાબેનને મોકલીના ગામમાં વિકાસ કાર્યો કર્યા હતા અને યોજનાઓ લાગુ કરી હતી.
અરુણ જેટલી ટ્રબલ શૂટર હતા તો ગુજરાત સાથે તેમનો નાતો બંધાયો હતો. પ્રથમ વખત તેઓ 2000થી 2006 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા. ત્યાર બાદ 2006થી 2012 અને 2012થી 2018 સુધી ગુજરાતના રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. પંદર વર્ષ સુધી તેઓ ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા રહ્યા અને સમયગાળા દરમિયાન તેમણે ગુજરાત માટે અનેક કામો કર્યા હતા.
છેલ્લે 2019માં લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો તે પણ નાદુરસ્ત તબિયતના કારણે. રાજ્યસભામાં પણ નહીં રહેવાની તેમની પોતાની ઈચ્છા હતી. ભાજપે તેમની લાગણીને માથે ચઢાવી હતી. વાજપેયી સરકારમાં કાયદા મંત્રી અને મોદી સરકારમાં નાણામંત્રી અને રક્ષા મંત્રીની જવાબદારીઓ તેમણે બખૂબી નિભાવી હતી.
ગુજરાતના બન્ને નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે અરુણ જેટલી સંકટમોચક રહ્યા હતા. ભાજપના કેટલાક નેતાઓ તેમને પીએમ મોદીના ખરા ચાણક્ય પણ કહે છે.
નાણામંત્રી અરૃણ જેટલીએ આદર્શ ગામ હેઠળ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું કરનાળી ગામ દત્તક લીધું હતું. ગામમાં રૂફ ટોપનો પ્રોજેક્ટ કરવામાં આયો હતો. સોલાર એનર્જી શરૂ કરાવી લોકોને લાઈટબીલની ઉપાધીમાંથી મૂક્ત કરવાનું બીડું ઝડપ્યું હતું. કરનાળીની પ્રાથમિક શાળાનું રિનોવેશન કરાવ્યું હતું. આદર્શ ગ્રામ યોજના હેઠળ કરનાળીમાં યોજનાઓ લાગુ કરવામાં આવી હતી. સેલ કાઉન્ટર, સીબીસી ટેસ્ટ, બોયો કેમેસ્ટ્રી, કેમિકલ મેનેલાઇઝર તથા લીપીડ પ્રોફાઇલ, લીવર પ્રોફાઇલના જેવા ટેસ્ટ માટેના સાધનો ચાંદોદમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં આપ્યા હતા.