જામનગર જિલ્લામાં આવેલા ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં બે હજાર રાજપૂત મહિલાઓએ તલવાર રાસ રમીને ઈતિહાસ સર્જી દીધો છે. એક સાથે બે હજાર રાજપૂત મહિલાઓના તલવાર રાસનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે જોવાઈ રહ્યું છે.
રાજપૂતોની શૌર્ય ગાથા અને બલિદાન માટે દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. રાજપૂત મહિલાઓ દ્વારા ગુજરાતી રાસ ગરબાના ગીતો પર તલવારને હવામાં લહેરાવીને રાસ રમવામાં આવ્યો હતો. ભૂચર મોરીનું મેદાન ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
જૂઓ વીડિયો…
ભૂચર મોરીના યુદ્ધ ને ધ્રોલનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. નવા નગર સુબાની આગેવાની હેઠળ કાઠિયાવાડી સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું. આ યુદ્વ મઝફ્ફર શાહ તૃતિયને બચાવવા માટે લડવામાં આવ્યું હતું. આ યુદ્વમાં મોટાપાયા પર સૈનિકોના જાન ગયા હતા અને અંતે અકબરના સૈન્યનો વિજય થયો હતો. કાઠીયાવાડ આર્મીએ મુઘલોનો સાથ આપ્યો હતો. આ યુદ્વને સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઓળખવામાં આવે છે.