સ્ટેચ્યુ ઓફ યુનિટીને 100 સર્વોત્તમ સ્થળોમાં મળ્યું સ્થાન

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાના શ્રેષ્ઠ 100 સ્થળોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ટાઈમ મેગેઝિનની હાલમાં જાહેર કરેલા 100 ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ-2019માં સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટાઈમ મેગેઝિનમાં સ્થાન મળતાં હવે ભારત સહિત વિદેશનાં પ્રવાસીઓ પણ તેની મુલાકાતે આવશે. અને યાદીમાં સામેલ થવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રસિદ્ધિમાં પણ વધારો થશે.

ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે. નર્મદાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે.

182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે.ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતાં હવે તેને વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે.

આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિશ્રનું લાલ સાગર પર્વત શ્રૃખંલા, વોશિંગ્ટનના ન્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીના ધ શેડ, આઇસલેન્ડની જિયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેજ હોટલ પણ સામેલ છે.