રેલવે સ્ટેશન પર ગાયું લતા મંગેશકરનું ગીત અને મળ્યો ફિલ્મમાં સિંગર તરીકે બ્રેક

રાનુ નામની મહિલા રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને જીવન પસાર કરતી હતી પણ તેનો એક વીડિયો ઇન્ટરને પર વાઇરલ થતા તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર રાનુ મંડલ નામની ગાયિકાની ભારે ચર્ચા છે.  હવે ખબર પડી છે કે બોલિવૂડ સંગીતકાર અને એક્ટર હિમેશ રેશમિયાએ તેને પ્લેબેક સિંગર તરીકે પોતાની આગામી ફિલ્મ ’હેપી, હાર્ડી એન્ડ હીર’માં ગાવાની તક આપી છે.

પોતાના આ નિર્ણય વિશે વાત કરતા હિમેશ રેશમિયાએ કહ્યું છે કે ,મારી આજે રાનુજી સાથે મુલાકાત થઈ અને મને લાગે છે કે તેમના પર ભગવાનની કૃપા છે. તેમનો ગીત ગાવાનો અંદાજ વધુ શાનદાર છે. હું તેમના માટે જે કરી શકુ છું, તે કરીશ. તેમને ભગવાને આશીર્વાદ આપ્યા છે. જેને આખી દુનિયા સુધી પહોંચડાવાની આવશ્યક્તા છે. મારી ફિલ્મમાં તેમની પાસે ગીત ગવડાવીને મને લાગે છે કે હું તેમનો અવાજ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશ.થોડા સમય પહેલાં કોઈ નેટિઝને આ વૃદ્ધ મહિલાનો એક વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો જે રાતોરાત લોકપ્રિય થઈ ગયો છે. આ મહિલા લતા મંગેશકરે ગાયેલા ગીત ’એક પ્યાર કા નગ્મા’ ગાઈ રહી છે. આ ગીત ૧૯૭૨માં આવેલી બોલિવૂડ ફિલ્મ શોરનું છે.

આ વીડિયો વેસ્ટ બંગાલના રાનાઘાટ સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો હતો. આ ગીત ફિલ્મ શોરનું છે અને એનું ફિલ્માંકન મનોજ કુમાર, નંદા અને માસ્ટર સત્યજિત રે પર કરવામાં આવ્યું છે. આ ગીત હજી પણ સંગીતપ્રેમીઓના દિલમાં સચવાયેલું છે.