ગુજરાત સરહદે સરક્રીક પર પાકિસ્તાની કમાન્ડો તૈનાત, તો ભારતીય સેનાએ કરી આ તૈયારી, જાણો વધુ

પાકિસ્તાન દ્વારા ગુજરાતને અડીને આવેલી સરક્રીક સરહદે કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા બાદ ભારતીય સેના સતર્ક થઈ ગઈ છે. પાકિસ્તાનની કોઈ પણ નાપાર હરકતને જવાબ આપવા માટે ભારતીય સેના દ્વારા તૈયારી કરવામાં આવી છે અને કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે સેનાએ કમરકસી લીઘી છે.

જમ્મૂ-કાશ્મીરમાંથી કલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં કૂચેષ્ટાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. સૂત્રો મુજબ ગુજરાત સાથે જોડાયેલી કચ્છ નજીકની સરક્રીક બોર્ડર પર પાકિસ્તાને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ(SSG)ના કમાન્ડે તૈનાત કરી દીધા છે. આ SSG ગ્રુપને ઈકબાલ-બાજવાના નામે ઓળખવામાં આવે છે. આ ગ્રુપનું કામ ભારત વિરોધી હિલચાલ પર નજર રાખવાનું છે. આશંકા સેવવામાં આવી રહી છે કે પાકિસ્તાન ભારત વિરુદ્વ મોટું ષડયત્ર ઘડી રહ્યું છે.

પાકિસ્તાના દ્વારા સરક્રીક પર કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા બાદ ભારતીય સેના સાવધ થઈ ગઈ છે. રણ પ્રદેશથી લઈને દરિયાઈ માર્ગે પેટ્રોલીંગ અને સધન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સેનાએ ચારે તરફ અગમચેતીના પગલા ભર્યા છે અને બોર્ડર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એરફોર્સનું બેઝ હોવાથી અહીંયા એરફોર્સને પણ એલર્ટ પર રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.