તલાક, તલાક, તલાક: મોદી સરકારે કાયદો બનાવ્યો પણ સુરતમાં પતિએ ફોન પર આપ્યા ટ્રીપલ તલાક

મોદી સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યા બાદ એક સાથે ત્રણ તલાક આપવાની ઘટનાઓ બની રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં પરિણીતાને પતિએ ફોન પર એક સાથે ટ્રીપલ તલાક આપ્યા હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે.

પીડિતાએ મીડિયાને જણાવ્યું કે પતિ મને દર વખતે ઘરે આવવાની ના પાડતા હતા અને કશે જવાનું નહીં અને કશે આવવાનું નહીં. જ્યારે જવાનું થાય તો મને કહેતા હતા કે હવે તું આવતી નહી અને આ ડર-ડરથી રહેતી હતી. હું પાછી જવા તો મને છૂટી કરી દેશે. દર વખતે આ  જ બીક હતી. છેવટે તેમણે એવું કર્યું.

પીડિતાએ કહ્યું કે મને સવારે  છોડવા આવ્યા અને રાત્રે ફોન પર ત્રણ તલાક આપી દીધા. હાલ હું પોલીસ સ્ટેશને આવી છું અને પોલીસે મને દહેજના કાયદા હેઠળ ફરીયાદ લેવાનું કહ્યું છે. મોદી સરકારે બનાવેલા નવા કાયદા પ્રમાણે ફરીયાદ લેવાની ના પાડી છે કારણે કે પોલીસે મને એવું કહ્યું છે કે ટ્રીપલ તલાકનો કાયદો અમલમાં આવેલો નથી અને જેથી કરીને નવા કાયદા પ્રમાણે ફરીયાદ લેવામાં આવશે.

હાલ પીડિતા પોલીસ ફરીયાદ આપ્યા વગર જ પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે પોલીસ શું કરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. જો પોલીસ ફરીયાદ દાખલ કરે છે તો ટ્રીપલ તલાકના નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો સુરતમાં નોંધાશે.