કામે ન લાગી સિબ્બલની દલીલો, પાંચ દિવસના રિમાન્ડ પર ચિદમ્બરમ

INX મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં ધરપકડ કરાયેલ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને સીબીઆઈએ દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન ચિદમ્બરમ વતી કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તેમના બચાવમાં દલીલો કરી હતી, પણ તમામ દલીલો નાકામ રહી હતી.

કોર્ટે ચિદમ્બરમને 26 ઓગષ્ટ સુધી રીમાન્ડ પર મોકલી આપ્યા છે. વકીલ રોજ તેમને 20 મીનીટ સુધી મળી શકશે. ધરપકડ કરવામાં આવ્યા બાદ ચિદમ્બરમને તેમનો પરિવાર માત્ર 30 મીનીટ જ મળી શક્યો હતો. સીબીઆઈએ ચિદમ્બરમની પૂછપરછ કરવા માટે મોટું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાના કારણે પાંચ દિવસના રીમાન્ડ માંગ્યા હતા.

આ પહેલાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલે પહેલી ધરપકડ ચિદમ્બરમના પુત્રના સીએ ભાસ્કર રમનની કરવામાં આવી હતી. જે હાલ જામીન પર મૂક્ત છે. સિબ્બલે કહ્યું કે આ સિવાય અન્ય આરોપી પીટર મુખરજી અને ઈદ્રાણી મુખરજીને પણ જામીન આપી દેવામાં આવ્યા છે પણ અન્ય મામલામાં તેઓ જેલમાં છે.

સિબ્બલે કહ્યું કે જામીન આપવા એક નિયમ છે અને કોર્ટ સમક્ષ મુદ્દો વ્યક્તિ સ્વાતંત્ર્યતાનો છે. પૂછપરછ માટે ચિદમ્બરમને પાંચ દિવસના રીમાન્ડનો તેમણે વિરોધ કર્યો હતો.

સીબીઆઈની દલીલોનો વિરોધ કરતાં સિબ્બલે કહ્યું કે ચિદમ્બરમને પૂછવામાં આવેલા 12 સવાલ પૈકી 6નો તેઓ જવાબ આપી ચૂક્યા છે. તપાસ કરતા અધિકારીઓ જાણતા નથી કે શું પૂછવાનું છે કારણ કે તેમની પાસે સવાલ તૈયાર નથી. ચિદમ્બરમને રાત્રે ઉંઘવા પણ દેવામાં આવ્યા ન હતા. ચિદમ્બરમે કોર્ટમાં કહ્યું કે પાછલા 24 ક્લાકથી તેઓ ઊંઘ્યા નથી.

સિબ્બલે કહ્યું કે ગુનો કબૂલ ન કરવાનો મતલબ એ નથી કે ચિદમ્બરમ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. જરૂરી નથી કે ચિદમ્બરમ દરેક વાતમાં હા કહે. જો ચિદમ્બરમ અસહયોગ કરી રહ્યા છે તો હાઈકોર્ટ સમક્ષ આ વાત કેમ કરવામાં આવી નછી. જ્યારે પણ સીબીઆઈ અને ઈડીએ જ્યારે રણ ચિદમ્બરને બોલાવ્યા છે ત્યારે તેઓ હાજર થયા છે.

જ્યાર સરકારી વકીલ તુષાર મહેતાએ હાઈકોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હાઈકોર્ટે આગોતરા જામીન રદ્દ કર્યા છે. આ મામલે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી અને ચાર્જશીટ દાખલ કરવાનો આ પ્રથમ પગલું છે. ચિદમ્બરમ પાસે જે સામાગ્રી છે તેની તપાસ એજન્સીને જરૂર છે. રીમાન્ડ દરમિયાન અસરકારક પૂછપરછ કરવામાં આવશે તો અનેક નવી વિગતો પ્રકાશમાં આવશે.