વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરનાર પાકિસ્તાની કમાન્ડો અહેમદ ખાન ઠાર મરાયો

ભારતીય વાયુસેનાના પાયલોટ  વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરનાર પાકિસ્તાની કમાન્ડો લાઈન ઓફ કન્ટ્રોલ પર ભારતીય સેના સાથેના ગોળીબારમાં માર્યો ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને ત્યાર બાદ તેમને પાકિસ્તાને પકડી લીધા હતા.

માહિતી મુજબ પાકિસ્તાની સેનાનાં સ્પેશિયલ સર્વિસ ગ્રુપના સૂબેદાર અહમદ ખાનને ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાસે નકીયાલ સેક્ટરમાં 17મી ઓગષ્ટે તે વખતે ઠાર માર્યો હતો કે જ્યારે તે ભારતમાં ધૂષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

27મી ફેબ્રઆરીએ જ્યારે અભિનંદનને પકડવામાં આવ્યા હતા ત્યારે પાકિસ્તાને જે ફોટો રિલીઝ કર્યો હતો તેમાં દાઢીધારી સૈનિક અહમદ ખાન અભિનંદનની પાછળ ઉભેલો દેખાય છે.