ચિદમ્બરમની ફરતે ગાળીયો કસાયો: સુપ્રીમે રાહત ન આપી, લૂક આઉટ નોટીસ ઈશ્યુ, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસનો સરકાર પર હુમલો

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી નથી. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલકરી વચગાળાની રાહત આપવાની માંગ કરી હતી. કોર્ટ નંબર ત્રણમાં જસ્ટી એન.વી.રમન્ના સમક્ષ વચગાળાની રાહત અરજી દાખલ કરીને ચિદમ્બરમના વકીલે વહેલી સૂનાવણીની માંગ કરી હતી. પણ જસ્ટીસ રમન્નાએ કહ્યું કે અરજી ચીફ જસ્ટીસને મોકલવામાં આવી રહી છે અને તેઓ નક્કી કરશે કે સુનાવણી ક્યારે કરવામા આવે.

બીજી તરફ સીબીઆઈ અને ઈડીએ ધરપકડ ટાળવા માટે ચિદમ્બરમની અરજી વિરુદ્વ કેવિએટ દાખલ કરી છે, જેથી કરીને કોર્ટે હવે બન્ને એજન્સીઓનો પક્ષ સાંભળ્યા બાદ જ કોઈ ફેંસલો કરી શકશે. આ ઉપરાંત ઈડીએ ચિદમ્બમ વિરુદ્વ લૂક આઉટ નોટીસ ઈશ્યુ કરી દીધી છે. ઈડીની ટીમ મંગળવારે રાત્રે ચિદમ્બરમના નિવાસે પહોંચી હતી અને ચિદમ્બરમ ઘરે મળી આવ્યા ન હતા. ઈડીએ ત્યાર બાદ બે ક્લાકમાં ઈડીની ઓફીસે હાજર થવાની નોટીસ ચોંટાડી દીધી હતી.

ચિદમ્બરમ વિરુદ્વ ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાને લઈ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વાર કોંગ્રેસના નેતાઓને હેરાન કરવામાં આ રહ્યા છે. સરકાર શર્મનાક રીતે તેમની પાછળ પડી છે. કારણ કે તેઓ સત્ય બોલે છે. સત્ય માટેની લડાઈ ચાલું રહેશે અને ચિદમ્બરમની પડખે ઉભા છે. ચિદમ્બરમે નાણામંત્રી, ગૃહમંત્રી સહિતના પદ પર સેવા કરી છે, તેઓ રાજ્યસભના સન્માનિત સાંસદ છે.

પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધીએ પણ લખ્યું કે ચિદમ્બરમનું ચારિત્ર્યહનન કરવા માટે મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને કરોડરજ્જૂ વિનાના મીડિયાનો ઉપયોગ કરી રહી છે. હું આ સત્તાના દરુપયોગની આકરી ટીકા કરું છું.