પાકિસ્તાન સાથે ઘર્ષણની વચ્ચે વધશે ભારતની સૈન્ય શક્તિ, આ તારીખે મળશે લડાકુ વિમાન રાફેલ

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતની સૈન્ય શક્તિ વધવાની તૈયારીમાં છે. ભારતને પ્રથમ રાફેલ લડાકુ વિમાનની ડિલીવરી મળવાની જાહેરાત કરવામાં આ છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ફ્રાન્સમાં પ્રથમ રાફેલ વિમાનની ડિલીવરી લેવાજશે.

રાજનાથસિંહ અને બીએસ ધનોઆની હાજરીમાં20મી સપ્ટેમ્બરે રાફેલ વિમાનને ભારતીય વાયુ સેનાને સોંપવામાં આવશે.રાફેલની સોંપણી વખતે ફ્રાન્સ અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

ભારતીય વાયુ સેના 24 પાયલોટને રાફેલને ઉડાડવા માટે તૈયાર કરશે.તમામ પાયલોટ અલગ અલગ બેચમાં રાફેલની ટ્રેનીંગ પૂર્ણ કરસે. આગલા વર્ષના મે મહિનામાં બધા જ  રાફેલ વિમાન ભારતને સોંપી દેવામાં આવશે. ત્યાં સુધી પાયલોટ્સની ટ્રેનીંગ ચાલુ રહેશે.

ભારતીય વાયુ સેના રાફેલ લડાકુ વિમાનના એક ગ્રુપને હરીયાણાના અંબાલા અને પ.બંગાળના હાશીમારા એરબેઝ પર તૈનાત કરશે. 2016માં ફ્રાન્સ સાથે 36 રાફેલ વિમાનનો સૌદો કરવામાં આવ્યો હતો. આ તમામ વિમાનની કિંમત 7.87 બિલિયન યૂરો રાખવામા આવી હતી.