ભાજપમાં જોડાવા અંગે ગુજરાતી ભજન સિંગર હેમંત ચૌહાણનો યુટર્ન, જાણો શું કહ્યું?

ગુજરાતના જાણીતા ભજન ગાયક હેમંત ચૌહાણ સહિતના સંખ્યાબંધ કલાકારોએ 19મી ઓગષ્ટે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયમાં જઈને ભગવો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી હતી. પણ બે દિવસના આંતરે હેંત ચૌહાણે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી કહ્યું છે કે હું ભાજપમાં જોડાયો નથી.

હેમંત ચૌહાણે સોશિયલ મિડીયા મારફત વીડિયો વાયરલ કરીને કહ્યું કે હું કોઇ પક્ષમાં જોડાયો નથી હું ફક્ત અન્ય કલાકરો ગયા હતા એટલે સાથે ગયો હતો પરંતુ જે દિવસે હૈમંત ચોહાણ ગાંધીનગર ગયા ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે કલાકારો ભાજપમાં જોડાયા છીએ જેનો મને આનંદ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું એટલે હાજરી આપી હતી.

બીજી બાજું બે દિવસ માંજ હૈમંત ચૌહાણ જે રીતે કહ્યું કે હું કોઇ પક્ષમાં નથી ત્યારે અનેક તર્ક વિતર્કોની ચર્ચા કલાકાર જગતમાં શરૂ થયા છે. હેમંત ચૌહાણે ભાજપમાં જોડાયા ન હોવાનો વીડિયો વાયરલ કરતાં કલાકારોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.