ટ્રમ્પે ફરી એક વાર કરી કાશ્મીર પ્રશ્ને મધ્યસ્થીની ઓફર, PM મોદી સમક્ષ ઉઠાવશે મુદ્દો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ઘર્ષણની સ્થિતિને લઈ કાશ્મીરની વિસ્ફોટક સ્થિતિ પર ફરી એક વાર મધ્યસ્થીની ઓફર કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતના પીએમ મોદી સમક્ષ આ અઠવાડિયાના અંતે આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવશે. અમેરિકાએ પીએમ મોદીને કાશ્મીરમાં તનાવમાં ઘટાડો કરવા માટે અનુરોધ કર્યો છે.

ટ્રમ્પે પત્રકારોને જણાન્યું કે કાશ્મીર અત્યંત જટીલ જગ્યાછે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે મેળ છે. મધ્યસ્થતા માટે જે સારામાં સારું હશે તે હું કરીશ.

બીજી તરફ પીએમ મોદીએ મંગળવારે બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોનસન સાથે પોન પર વાત કરી હતી. પીએમ મોદીએ લંડન ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવી રહેલા ભારતીયો પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોનસને કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે. ભારત અને બ્રિટન વચ્ચે જનહિતને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે ભારતીયો પર થયેલા હુમલા અંગે બ્રિટનના પીએમ જોનસને ખેદ પ્રગટ કર્યું હતું અને ભારતીયો સહિત ભારતીય અધિકારીઓની સુરક્ષાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું હતું.