અમૂલ દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા પાછળ એવું કારણ આપ્યું છે કે પશુદાણના ભાવમાં 140 રૂપિયાનો વધારો થતા દૂધના ભાવો વધારવામાં આવ્યા છે.
નવા ભાવ પ્રમાણે અમૂલ તાઝા દૂધ હવે 43 રૂપિયા અને અમૂલ ગોલ્ડ દૂધ 52 લીટરે મળશે. પ્રતિ લીટર બે રૂપિયાનો ભાવ વધારોકરવામાં આવ્યો છે. અમૂલની સાથો સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મનાતી સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા છે. સુમુલ અને અમૂલ હવે સાથે જ સંકળાયેલી ડેરીઓ છે.