ડીજે વગાડ્યું તો થશે હવે આટલા વર્ષની જેલ અને પોલીસ અધિકારી થશે સસ્પેન્ડ

ધ્વનિ પ્રદુષણને અટકાવવા માટે ઈલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યોછે. ડીજે વગાડવાની મંજુરી આપવા અંગે હાઈકોર્ટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આદેશનું ઉલ્લંઘન કરનારને પાંચ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો ડીજે વગાડવાની ફરીયાદ મળે છે અને વિસ્તારના પોલીસ મથકના ઈન્ચાર્જ તેના ઉકેલ માટે જવાબદાર રહેશે.

આ આદેશ જસ્ટીસ પીકેએસ બઘેલ અને જસ્ટીસ પંકજ ભાટીયાની બેન્ચે હાસીમપુર-પ્રયાગરાજના રહીશ સુશીલચંદ્ર શ્રીવાસ્તવ તથા અન્યોની અરજી પર આપ્યો છે.

કોર્ટે કહ્યું કે બાળકો, વડીલો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાથે સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદુષણ ખરતરનાક છે. ધ્વનિ પ્રદુષણ નિયંત્રણ કાયદાનું ઉલ્લંઘન નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે. કોર્ટે તમામ ડિસ્ટ્રીક્ટ મેજેસ્ટ્રીટને ટીમ બનાવીને ધ્વનિ પ્રદુષણની નિગરાની કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

કોર્ટે કહ્યું કે તમામ ધાર્મિક તહેવારો પહેલાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને એસએસપી સાથે બેઠક કરી કાયદાના પાલન કરવા માટે તૈયારી કરવામાં આવે. પાંચ વર્ષની સજા, તથા એક લાખના દંડની જોગવાઈ સાથે દોષીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે.