યુપીમાં મંત્રી મંડળનાં વિસ્તરણ પૂર્વે જ નાણામંત્રી રાજેશ અગ્રવાલે આપ્યું રાજીનામું

ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ પહેલાં જ કેબિનેટ મંત્રી રાજેશ અગ્રવાલે રાજીનામું આપી દીધું છે. જાણવા મળ્યા મુજબ તબિયતના કારણોસર યોગી આદિત્યનાથ સરકારમાં નાણા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહેલા રાજેશ અગ્રવાલે પોતાનું રાજીનામું આપી દીધું છે.

માહિતી મુજબ હજુ પણ અન્ય કેટલાક મંત્રીઓ રાજીનામું આપી શકે છે. હકીકત એવી છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં કેટલાક મંત્રીઓની પાસેથ મંત્રી પદ આંચકી લેવાની સંભાવના રહેલી છે. તેમની જગ્યાએ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવનાર છે. આના કારણે યુપીમાં રાજીનામા પડી શકે છે.