અનામત: RSS ચીફ ભાગવત પર પ્રિયંકા ગાંધીનો પલટવાર, કહ્યું “ઈરાદા ખતરનાક છે”

કોંગ્રેસના મહામંત્રી અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આરએસએસના ચીફ મોહન ભાગવત દ્વારા આપવામાં અનામત અંગેના નિવેદનની ઝાટકણી કાઢી હતી અને ભાજપ સરકાર હુમલો કર્યો હતો. મંગળવારે પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યું કે RSSના ઈરાદા ખતરનાક છે. અનામત પર ચર્ચા કરવાના બહાને તેઓ સમાજિક ન્યાયને જ ટારગેટ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટર અકાઉન્ટ પર લખ્યું કે RSSના હોસલા વધી રહ્યા છે અને ઈરાદા ખતરનાક છે. જે પ્રકારે ભાજપ સરકાર જનહિતના કાયદાનું ગળું ટૂંપી રહી છે ત્યારે RSSએ પણ અનામત પર ચર્ચા કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ચર્ચા તો માત્ર બહાનું છે પણ RSS-ભાજપનો અસલી ટારગેટ તો સામાજિક ન્યાય છે, પણ શું તમે આવું થવા દેશો?

નોંધનીય છે કે આરએસએસના ચીફ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું અને તેને લઈ વિવાદ ઉભો થઈ ગયો છે અને રાજકારણમા ગરમાટો આવ્યો છે. મોહન ભાગવતે કહ્યું હતું કે અનામત પર ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે અને જેઓ તરફેણ કરવા માંગે છે તે પણ પોતાનો અભિપ્રાય આપે અને જે વિરોધ કરવા માંગે છે તો પણ પોતાનું મંતવ્ય રજૂ કરે.