આ પહેલાં સોનું આટલું બધું મોઘું ન હતું, જાણો આજનો દઝાડતો ભાવ

વૈશ્વિક બજારોમાં નબળા વલણ હોવા છતાં ઝવેરીઓ દ્વારા સતત ખરીદી કરવાને કારણે મંગળવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ઓલ ટાઈમ હાઈ એટલે કે 38,770 રૂપિયા પર પહોંચી ગયો છે.
ઇન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોના નબળી લેવાલીને કારણે ચાંદી રૂ .1,100ના ઘટાડા સાથે રૂ. 43,900 થઈ છે. જો આવતી લગ્નની સિઝનમાં સોનાની ઘરેલુ માંગમાં વધારો થતો રહે તો તેની કિંમત 40 હજાર રૂપિયાને પાર કરવાની અપેક્ષા રાખી શકાય છે.

બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે નબળા વૈશ્વિક વલણ હોવા છતાં સ્થાનિક ઝવેરીઓની માંગમાં વધારાને પગલે સ્થાનિક બજારમાં આ કિંમતી ધાતુ સોનાના ભાવમાં વધારો થયો. તેમણે કહ્યું હતું કે રૂપિયાના નબળા પડવાથી પણ સોનાના ભાવમાં વધારો થવાનું કારણ ગણી શકાય છે.
ન્યૂયોર્કના આંતરરાષ્ટ્રીય બજારમાં વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ નબળા થઈને 49 1,496.60 ડ ડોલર થયો છે, જ્યારે ચાંદી ઘટીને 16.93 ડોલર પર પહોંચી ગઈ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધ સોનું સરેરાશ 200-200 રૂપિયાની ઝડપના વધારા સાથે 38, 770 રૂપિયા અને 38, 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ દરમિયાન હાજર ચાંદીનો ભાવ રૂ 1,100ના ઘટાડા સાથે રૂ. 43,900 પર પ્રતિ કિલો રહ્યો હતો.  જ્યારે ચાંદીની સાપ્તાહિકી ડિલિવરીનો ભાવ 113 રૂપિયા ઘટીને 43,422  પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો છે. ચાંદીના સિક્કામાં 2000 ઘટાડો નોંધાયો હતો અને લેવાલી 89,000 હતી તો વેચવાલી 90,000 રૂપિયા રહેવા પામી હતી.