સૌથી મોટી સિદ્વિ : ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરતું ચંદ્રયાન-2

ભારતના મિશન મૂન ચંદ્રયાન-2એ મંગળવારે ચંદ્રની કક્ષામાં પ્રવેશતાં જ સૌથી મોટો લક્ષ્ય હાંસલ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ પંદર મીનીટ સુધી ચંદ્રયાનની ઉત્તેજનાપૂર્ણ પ્રક્રિયાને સફળતાપૂર્વક ઝીલી હતી. યાન સાતમી સપ્ટેમ્બરે લેન્ડર-રોવર ચંદ્ર પર ઉતરવાનું શરૂ કરશે.

આ જટિલ પ્રક્રિયા 22મી જુલાઈએ મિશનની શરૂઆતનાં 30મા થઈ છે. ભારતીય અવકાશ સંશોધન એજન્સી (ઇસરો) ના વૈજ્ઞાનિકોએ 22મી જૂલાઈએ 9:38 વાગ્યે 114×18,072 કિ.મી.ની ઉંચી લંબગોળ ભ્રમણકક્ષા મેળવવા માટે 1738 સેકન્ડમાં ચંદ્રયાન-2 સુધી ચાલેલી પ્રણોદન પ્રક્રિયાને મંગળવારે સિદ્વ કરી છે.

હવે પછી વૈજ્ઞાનિકો ચંદ્રની આસપાસની કક્ષામાં પ્રવેશ કરવા માટે લગભગ 100×100 કિ.મી.ની ભ્રમણકક્ષાને ઘટાડવા માટે વધુ ચાર જટીલ પ્રક્રિયામાંથી યાનને પસાર કરશે. પ્રક્રિયા 21 ઓગષ્ટથી, 28 તથા 30 ઓગષ્ટ અને પહેલી સપ્ટેમ્બરના રોજ થશે.

અંતિમ ભ્રમણકક્ષામાં યાન ચંદ્રની આસપાસ ફરતું રહેશે અને એક વર્ષ સુધી ડેટા એકત્રિત કરશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બીજી સપ્ટેમ્બરે ભ્રમણકક્ષાની બહાર નીકળી જશે. ત્યાર બાદ યાન ચંદ્રની વધુ નજી પહોંચી જશે.

7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર નરમ ઉતરાણ કરવા પાવર ડિસેન્ટની શરૂઆત પહેલાં લેંડર પર બે ઓર્બિટ દાવપેચ કરવામાં આવશે, એમ એજન્સીએ જણાવ્યું છે.

ઉતરાણ સફળતાપૂર્વક થાય છે, તો ચંદ્ર પર ઉતરનારા યુ.એસ, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બનશે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો ભારત પ્રથમ દેશ બની જશે.