તાજેતરમાં કાશ્મીરમાં વડોદરાના જવાન આરીફ પઠાણે દેશ કાજે શહીદી વહોરી લીધી હતી જ્યારે વડોદરાના વધુ એક જવાને દેશ ખાતર જાનેફેસાની કરી છે. વડોદરાના સારાભાઈ કંપની પાસે આવેલા ગોરીયા વિસ્તારમાં રહેતા સંજય સાધુ નામના બીએસએફના જવાન શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે જાણકારી મળી રહી નથી પણ પરિવારજનોમાં માતમ છવાઈ ગયું છે.
વિગતો મુજબ આસામ સરહદ પર લડતી વખતે સંજય સાધુએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.