વીડિયો: સુરત- રેલવે ફાટક ક્રોસ કરતી બે મહિલાઓને પોલીસ કોન્સ્ટેબલે જાનની બાજી લગાવી બચાવી લીધી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ રેલવે સ્ટેશન પર બે મહિલાઓ બેધ્યાન બનીને રસ્તો રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલનું ધ્યાન જતાં તેણે બન્ને મહિલાઓને દૂર હડસેલી બચાવી લીધી હતી. જેથી રેલવે દ્વારા કોન્સ્ટેબલનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ટ્રેનની અડફેટે ચઢેલી આ બે મહિલાની આખીય ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

જૂઓ વીડિયો…

કીમ રેલવે સ્ટેશન પર ગત 17મી ઓગસ્ટના રોજ લગભગ પોણા અગિયાર વાગ્યે વાહન વ્યવહાર માટેનો ગેટ બંધ થઈ ગયો હતો. ગેટ બંધ થયા બાદ પગપાળા જતા લોકો ગેટ નીચેથી ગળકીને પસાર થઈ રહ્યા હતાં. જેમાં બે મહિલાઓ પણ પસાર થતી હતી. જો કે તેમનું ધ્યાન નહોતું અને એક માલગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. બન્ને મહિલાઓ માલગાડીની અડફેટે આવે તે અગાઉ એલસી ગેટ નંબર ૧૫૮ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિન્દ્રકુમારનું ધ્યાન તેના તરફ પડ્યું અને તેણે દોડીને બન્ને મહિલાઓને દૂર હડસેલી બન્નેનો જીવ બચાવ્યો હતો.

કોન્સ્ટેબલ રવિન્દ્રકુમારની સતર્કતા અને જીવ જોખમમાં મુકીને પગપાળા જતી બન્ને મહિલાઓને બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેથી રેલવે દ્વારા કોન્સ્ટેબલને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.