આખા જમ્મૂ-કાશ્મીરમાં નેટ બંધ હતું પણ આ નેતાનું નેટ હતું ચાલું, ટેલિફોન અધિકારીઓ સાણસામાં

જમ્મુ-કશ્મીરમાં કલમ 144મી લાગુ કરવામાં આવી અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ છતાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ટવિટ કરવાના મામલે બે બીએસએનએલ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ છતાં ઈન્ટરનેટ એક્સેસ આપવાના મામલે બે બીએસએનએલ અધિકારી સાણસામાં આવી ગયા છે.

જમ્મુ-કશ્મીરથી કલમ 370 હટાવવાને પગલે સરકારે સુરક્ષાના પગલે ખીણમાં ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દીધી હતી. આ સુવિધા પર ચોથી ઓગસ્ટથી રોક લગાવી હતી પરંતુ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની પાસે 8 દિવસ સુધી લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સેવા ચાલુ હતી.

સૂત્રો અનુસાર અધિકારીઓને એ પણ ખબર નથી કે ગિલાની કશ્મીરમાં ઈન્ટરનેટ એક્સેસ કરી રહ્યા છે કે નહીં તેમણે પોતાના એકાઉન્ટથી ટ્‌વીટ કરી હતી. આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની કેવી રીતે ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સુવિધા મેળવવામાં સક્ષમ હતા. બીએસએનએલએ આ સંબંધમાં બે અધિકારીઓ પર એક્શન લીધી છે. અધિકારીઓના લૂપ હોલ્સ વિશે જાણ મેળવવા ગિલાનીની સર્વિસ બંધ કરી દેવાઈ હતી.