હાલ કાશ્મીરને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે. અમીર ખુશરોએ લખ્યું હતું કે દુનિયામાં જો ક્યાં સ્વર્ગ છે તો એ અહીં જ છે, અહીં જ છે. કાશ્મીર સમસ્યાને બોલિવૂડે પોતાની રીતે અનેક ફિલ્મોમાં રજૂ કરી છે તો સાથો સાથ ગીતો પણ લખીને કાશ્મીરના સૌંદર્યને ફિલ્મનાં પરદા પર દર્શાવવામાં આવ્યું છે. કાશ્મીરના સૌંદર્યને ચિત્રિત કરતી કડીમાં બેમિસાલ ફિલ્મનું કાશ્મીર પરનું ગીત પણ બેમિસાલ છે અને યાદગાર છે.
અમીર ખુશરો અને જહાંગીર બાદશાહ કાશ્મીર ગયા હતા ત્યારે અમીર ખુશરોએ કાશ્મીરની ખૂબસૂરતી જોઈને લખ્યું હતું કે
ગર ફિરદૌસ બર રૂએ ઝમીં અસ્ત,
હમીં અસ્ત, હમીં અસ્ત
( જો ઘરતીના મુખ પર ક્યાં સ્વર્ગ છે તો તે અહીં જ છે, અહીં જ છે)
અમીર ખુશરોના કલામ બાદ અનેક કવિ, લેખકો અને શાયરોએ કાશ્મીરના સૌંદર્યને શબ્દોમાં પ્રોવ્યું છે પણ 1982માં આવેલી બેમિસાલ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા અને રાખી પર ફિલ્માવાયેલા ગીત કિતની ખૂબસૂરત યે તસવીર હૈ, યે કશ્મીર હૈ, યે કશ્મીર હૈમાં પણ કાશ્મીરનું સૌંદર્ય જોવા મળે છે. ગીતના શબ્દો પણ મમળાવવા પડે એવા છે. કિશોર કુમાર, સુરેશ વાડકર અને લતા મંગેશકરે આ ગીત ગાયું છે. કમ્પોઝીન આરડી બર્મનનું છે અને ગીતકાર આંનદ બક્ષીઓ ગીતના શબ્દો લખ્યા છે.
સાંભળો આ ગીત…