વાસણા: દાદર ઉતરી રહેલી પરિણીત મહિલાને કહ્યું “ચાલને મારા ઘરે” પછી શું થયું, જાણો વધુ…

ગાંધીનગરના વાસણામાં પરિણીત મહિલાનો કેસ પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. પરિણીત મહિલાએ હેરાન-પરેશાન કરીને પજવણી કરતા વ્યક્તિ સામે ફરીયાદ દાખલ કરી છે. મહિલાની ફરીયાદના આધારે પોલીસે વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાસણામાં આવેલી ચિત્રભા એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત મહિલા નામે રાધા( નામ બદલ્યું છે)ની દેવાંગ શાહ નામની વ્યક્તિ કાયમ પજવણી કરતો હતો.

વિગતો મુજબ 22 વર્ષીય પરિણીત મહિલાને 14 દિવસ પહેલા દાદર પર હાથ પકડીને દેવાંગ શાહે કહ્યું હતું કે ચાલ મારા ઘરે. આટલી વાત કરી મહિલા સાથે બિભત્સ હરકતો કરી હતી. વૃદ્ધ છે સુધરી જશે તેમ માની યુવતીએ કોઈ કાર્યવાહી કરી નહી પરંતુ ત્યાર બાદ પણ દેવાંગ શાહે વારંવાર તેના ઘરે આવવા ઈશારા કરતો હતો. જેનાથી તંગ આવી મહીલાએ વાસણા પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ કરી હતી.

માહિતી મુજબ વાસણાની ચિત્રભાનુ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત મહિલા રાધા ગત તા.02-08-2019ના રોજ ઘરેથી બહાર જવા દાદર ઉતરતી હતી. સાંજ છ વાગ્યે આરોપી દેવાંગ શાહે રાધાનો હાથ પકડીને ચાલ મારા ઘરે તેમ કહી બિભત્સ હરકતો કરી હતી. આ ઉપરાંત અવાર-નવાર આરોપી રાધાને અથડાઈ ચાલતો તેમજ ગંદી હરકતો કરતો હતો. દેવાંગ શાહ વૃદ્ધ હોવાથી સુધરી જશે તેમ માનીને વિદ્યા ફરિયાદ કરતી ન હતી. જો કે, હાથ પકડવાની ઘટના બાદ દેવાંગ શાહ અવારનવાર રાધાને બિભત્સ હરકતો કરતો હતો. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.