પતિના મોત બાદ 10 વર્ષ પછી જન્મ્યા બે બાળકો, કેવી રીતે થયું આ શક્ય? જાણો અજબ કિસ્સા વિશે

પતિના મોતના 10 વર્ષ બાદ મહિલાએ પતિના બાળકોને જન્મ આપ્યાનો અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બ્રિટનના કોર્નવોલમાં રહેતી એન્જિલીન લેકી જેમ્સ નામના પતિનું કેન્સરની બિમારીના કારણે મોત થયું હતું. મૃત્યુ પહેલાં પતિના સ્પર્મને જમા કરી લેવામાં આવ્યું હતું અને આઈવીએફ પદ્વતિથી મહિલાએ બે વાર પ્રેગનન્સી ધારણ કરી હતી અને મા બની હતી.

બ્રિટીશ મીડિયાએ પતિના સ્પર્મથી 10 વર્ષ બાદ સફળતાપૂર્વક બાળકોને જન્મ આપવાની ઘટનાને ચમત્કાર ગણાવ્યું છે. એન્જિલીન અને ક્રીસ જેમ્સે 2007માં લગ્ન કર્યા હતા અને ક્રિસનું 29 વર્ષની ઉંમરે 2008માં મૃત્યુ થયું હતું.

એન્જિલીનનું કહેવું છે કે ક્રીસ અને હું હંમેશ એક પરિવારનું સપનું જોતાં હતા. પતિના નિધન બાદ પણ તે પિતા તરીકેનું માન ડિઝર્વ કરતા હતા. ક્રીસ કેરીંગ, ફની અને પ્રોટેક્ટિવ હતા. બન્નેએ પાંચ બાળકોનું સ્વપ્ન જોયું હતું.

એન્જિલીને પતિના સ્પર્મથી પહેલી વાર 2013માં ગર્ભ ધારણ કર્યું હતું. પતિના નિધનના બરાબર પાંચ વર્ષ પછી 2018માં તેણે બીજા બાળકને જન્મ આપ્યો હતો. પહેલો દિકરો છે અને બીજું બાળક દિકરી છે.

એન્જિલીનનું કહેવું છે કે બાળકોમાં પતિનો અહેસાસ થાય છે. 41 વર્ષની એન્જિલીને સન્ડે મીરરને કહ્યું કે પતિના કહેવા પ્રમાણે જ બાળકોના નામ પણ રાખ્યા છે. ક્રીસ જેમ્સનું નિધન એગ્રેસીવ બ્રેઈન ટ્યુમરના કારણ થયું હતું.