જૂઓ મોતને હાથતાળી આપતો વીડિયો: આકાશમાંથી ઝગારા મારતી વીજળી ત્રાટકી અને માણસ જરાકમાં બચી ગયો

વીડિયો જોઈને તમે અચંબામાં મૂકાઈ જશો કે ખરેખર જેનું જ્યારે મોત આવવાનું હોય છે ત્યારે જ આવે છે અને કેટલાક મોતને હાથતાળી આપી દે છે. વરસાદની સિઝનમાં આકાશમાંથી ઝગારા મારતી વીજળી એટલી ખતરનાક હોય છે કે પળવારમાં બધું તહસનહસ થઈ જાય છે. કદાચ એટલા માટે જ વરસાદી સિઝનમાં લોકોને ઘરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવતી હશે. આ ઘટના જોયા પછી ચોક્કસપણે લાગશે કે ઘરમાંથી બહાર નીકળું કેટલું ઘાતક હોઈ શકે છે.

દક્ષિણ કૈરોલીનાના રહીશનો વીજળીમાંથી માંડ-માંડ બચાવ થયો છે. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કૈદ થઈ ગઈ હતી. રોમ્યુલ્સ મેકનીલે આ બિહામણી ઘટનાનો વીડિયો પોતાની ફેસબૂક વોલ પર શેર કર્યો છે. ઘટનાનો ડરામણો અનુભવ તેમણે શેર કર્યો છે. જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે મેકનીલે કેટલી નજીકથી મોત જોયું છે.

જૂઓ વીડિયોમાં દિલધડક ઘટનાને…