આગામી દિવસોમાં વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી અંગે અત્યાર સુધી કોઈ જાહેરાત કરાઈ નથી પણ સાવ તળીયે જઈને બેઠેલી કોંગ્રેસ પાર્ટીમાં ચણભણાટ જોવા મળી રહ્યો છે.ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બેઠકો જીતવા માટે કમર કસવામાં આવી રહી છે. દરેક બેઠક દીઠ સીનિયર નેતાની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
6 બેઠકોની પેટાચૂંટણીને ધ્યાને રાખીને જે તે બેઠકની નજીકનાં સ્થાનિક યુવા ધારાસભ્યોની ટીમ બનાવવામાં આવશે અને તે ધારાસભ્યો બૂથ મેનેજમેન્ટની કામગીરી સંભાળશે. આ ચૂંટણીને ધ્યાને રાખીને મધુસુદન મિસ્ત્રી અને ભરતસિંહ સોલંકીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકની નજીકનાં યુવા ધારાસભ્ય ને બૂથની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં દરેક બેઠક દીઠ પાંચ ધારાસભ્યો બૂથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.