કાબૂલના મેરેજ હોલમાં ખુશીના બદલે માતમ છવાયું, બોમ્બ બ્લાસ્ટમાં 63 લોકોના મોત, હાહાકાર

અફઘાનિસ્તાનના કાબૂલ આવેલા શહેર દુબઈ મેરેજ હોલમાં બોમ્બ બ્લાસ્ટ થતાં ખૂશીના બદલે માતમ છવાઈ ગયું હતું. અત્યાર સુધી 63 લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી નરસત રહીમીએ આ માહીતી ટવિટર મારફત આપી હતી. ઘટના સ્થાનિક સમય પ્રમાણે 10.40 વાગ્યે બની હતી. બોમ્બ બ્લાસ્ટમાં 180 જણાને ઈજા પહોંચી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

ઈજાગ્રસ્તોને કાબૂલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આત્મઘાતી હૂમલો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ધડાકો ત્યારે થયો છે કે જ્યારે અમેરિકા અને તાલીબાનો વચ્ચે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને પરત મોકલવા માટેના કરાર થઈ રહ્યા છે. સિક્યોરીટી ખાતરી સાથે અમેરિકી સૈન્યને અફઘાનિસ્તાનમાંથી તબક્કાવાર ખસેડવા માટે કરાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટ થતાં અમેરિકા અને તાલીબાન વચ્ચેની મંત્રણાને અસર પહોંચવાની સંભાવના છે.

મેરેજ હોલમાં લોકો જમા થયા હતા અને ત્યારે આત્મઘાતી બોમ્બરે ધમાકો કર્યો હતો. લોકો સ્ટેજની પેસે હતા અને બે માળનું મેરેજ હોલ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠયું હતું. હજુ સુધી બ્લાસ્ટની કોઈ આતંકી સંગઠને ગ્રુપે જવાબદારી સ્વીકારી નથી.