વીડિયો: રીવર રાફટીંગ કરવી છે તો પહોંચો નર્મદા નદીના કિનારે, પહેલી સપ્ટેમ્બરથી ધમધમાટ

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીના સાનિધ્યે ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા રીવર રાફટીંગની જાહેરાત કરવામાં આવી હતી અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયાના ખોલવણ ઈકો ટૂરીઝમ ખાતે નર્મદા રીવર રાફટીંગનો પ્રારંભ કરાવ્યો હતો.

રીવર રાફટીંગ શરૂ કરાવતી વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રીવર રાફટીંગનો યુવાનોમાં જબરદસ્ત આકર્ષણ હોય છે. એક્સાઈટમેન્ટ અને થ્રીલીંગ સાથે ગુજરાતમાં સૌ પ્રથમવાર નર્મદા નદીમાં રીવર રાફટીંગની શરૂઆત કરવામાં આવી છે. નદીમાં 365 દિવસ પાણી હોય છે અને રોજ 600 ક્યુસેક્સ પાણી છોડવામાં આવતું હોવાથી રાફટીંગ માટે પુરતો ફોર્સ મળી રહેશે. પાંચ કિ.મી સુધી રાફટીંગ કરી શકાશે અને આના માટે ત્રણ ક્લાક સુધી પર્યટકો પાણી સાથે આજુબાજુના જંગલના સૌંદર્યની મજા માણી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, સાંભળો…

તેમણે કહ્યું કે રાફટીંગની સાથે પાંચ જગ્યાએ રેપીંગ પણ કરી શકાશે. રેપીંગ એટલે કે પાણીના ઢળાવથી જમ્પ કરવામાં આવે છે. ઉત્તરાખંડની એક્સપર્ટની ટીમ આવી ગઈ છે અને પહેલી સપ્ટેમ્બરથી કોમર્શીયલી શરૂ થઈ જશે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે આ એક નવું પીછું ઉમેરાયું છે. રોમાંચ સાથે સાહસની એક નવી દિશા આ રીતે ખુલી છે.