સુરત: રીક્ષા ચાલકે એવી વાત કરી કે યુવતીની ડાગળી ખસી ગઈ અને પછી શું થયું? જૂઓ વીડિયો

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ-વીઆઈપી રોડ પર રીક્ષા ચાલક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતા લોએ તેને સારો એવો મેથીપાક આપ્યો હતો. પરંતુ રીક્ષા ચાલકને પોલીસના હવાલે કર્યો ન હતો. યુવતી અને લોકોએ રીક્ષા ચાલકની ધોલાઈ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો હતો.

જાણવા મળ્યા મુજબ યુવતી રીક્ષા ચાલક સાથે રીક્ષામાં બેસી હતી અને રીક્ષા ચાલક દ્વારા યુવતી સાથે વાતચીત કરી હતી ત્યારે રીક્ષા ચાલકે પોતે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી યુવતી સાથે બિભત્સ માંગણી કરી હતી. વીડિયોમાં સંભળાય છે કે રીક્ષા ચાલક પરિણીત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરી કરી લેવાની ઓફર કરતો હતો.

જૂઓ વીડિયો…

આજે છંછેડાયેલી યુવતી અને રાહદરીઓએ રીક્ષા ચાલકને માર માર્યો હતો. વીડિયો જોતાં સ્પષ્ટ થાય છે કે રીક્ષા ચાલક રાજસ્થાનના કોટનો રહીશ છે અને સુરતમાં તે રીક્ષા ચલાવે છે તથા હાઉસીંગ કોલોનીમાં રહે છે.