થોડા દિવસો પહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ભારત ઈકોનોમિક સમિટમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે આશ્ચર્યજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જોબ છૂટી એ અર્થવ્યવસ્થા માટે ખૂબ સારો સંકેત છે. જ્યારે દેશભરમાં ખાનગી ક્ષેત્રમાં નોકરીની કારમી તંગી વર્તાઈ રહી છે અને ત્યારે એક મંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન વિત્રિત્ર બની રહ્યું છે.
પિયુષ ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ મિત્તલને જવાબ આપી રહ્યા હતા જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ટોચની 200 કંપનીઓએ નોંધપાત્ર રીતે જોબમાં ઘટાડો થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુનીલ મિત્તલે જણાવ્યું હતું કે, જો ટોચની 200 કંપનીઓ રોજગારી ઉત્પન્ન નહીં કરે, તો આખા વ્યવસાયિક સમુદાયને તેની સાથે સમાજને ખેંચી લેવાનું મુશ્કેલ બનશે.
અલબત્ત પિયુષ ગોયલ બેરોજગાર યુવાનોની પીડામાં આનંદ લઈ રહ્યા ન હતા. નોકરીની તંગીને સારા સંકેત તરીકે એટલા માટે કહેવામાં આવ્યું હતું કે યુવાનો સ્વરોજગારી તરફ વળ્યા છે. સુનીલ મિત્તલે ફોડ પાડતા કહ્યું કે પિયુષ ગોયલના કહેવાનો ભાવાર્થ એવો હતો કે યુવાનો નોકરી કરવાના બદલે નોકરી સર્જક બનાવ માંગે છે.
પિયુષ ગોયલ કદાચ મુદ્રા યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ યોજનાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ઉદ્યોગકારોને લોન આપવા માટે 2015 કરી હતી. SKOCHના એક અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના હેઠળ 3.42 કરોડથી વધુ રૂપિયાની લોન આઠ કરોડ લોકોને આપવામાં આવી છે. પરંતુ શું તે ધારવું યોગ્ય છે કે જેઓ નોકરી ગુમાવે છે તેમને લોન મળે છે અને નાના ધંધા શરૂ થાય છે.
ગયા વર્ષે, લાર્સન અને ટુબ્રો (L&T) એ લગભગ 14,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. આ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં, એચડીએફસી બેંકમાં કર્મચારીઓની સંખ્યા 90,421 થી ઘટીને 84,325 થઈ છે. ગયા વર્ષે અગાઉના ત્રિમાસિક ગાળામાં હેડકાઉન્ટમાં 4,581 નો ઘટાડો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં 4,581.67 ટેક્સટાઇલ યુનિટ્સ બંધ થયા હતા, જેમાં 17,600 કર્મચારીઓને ફટકો પડ્યો હતો. શું આપણે ધારી શકીએ કે આ કર્મચારીઓ ઉદ્યોગસાહસિક બન્યા છે?
પિયુષ ગોયલે સમજાવ્યું કે સ્વરોજગાર કેમ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે થ્રી -ડી મેન્યુફેક્ચરિંગના આગમન સાથે, આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, નવી શોધો-સંશોધનો થઈ રહ્યા છે અને લોકો તેના પર કામ કરી રહ્યા છે.
પણ કલ્પના કરવી મુશ્કેલ છે કે એલ એન્ડ ટી અથવા ઇન્ફોસીસ એનએસઇ દ્વારા છૂટા કરાયેલા લોકો ફ્રેન્ચાઇઝી બનશે? ભારતમાં થ્રી-ડી મેન્યુફેક્ચરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરવી, જ્યાં અમુક વિસ્તારો સ્માર્ટફોન વિના પણ જવાય છે એક કમસયનું બની રહેનારું છે. ગયા વર્ષે સ્ટાર્ટ અપમાં મંદી આવી છે અને સ્ટાર્ટ અપમાં ફન્ડીંગ હોવા છતાં રિસપોન્સ મળ્યું ન હતું. ગોયલના નિવેદનને લઈ વિરોધાભાસ અને કલ્પનાશીલ બતાવવામાં આવી રહ્યું છે તો કેટલાક આ નિવેદનને ભવિષ્યના સારા સંકેત તરીકે જોઈ રહ્યા છે.