રાજકોટ: બે બહેનોએ ભર્યું ખતરનાક પગલું, એકે ગળે ફાંસો ખાદ્યો, બીજી બાલ્કનીમાંથી કૂદી પડી, કારણ હતું સાવ સામાન્ય, જાણો વધુ

રાજકોટમાં હૃદય હચમચાવી મૂકે તેવી ઘટના બની છે. ઘટનામાં બે બહેનોએ એવું પગલું ભર્યું કે એકે ગળે ફાંસો ખાઈ લીધો તો બીજી બાલ્કનીમાંથી કૂદી પડી. ઘટનાની જાણ થતાં પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા છે. સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

ગળે ફાંસો ખાનારી બહેનનું મોત નિપજ્યું છે અને બાલ્કનીમાંથી કૂદી પડનારી બહેનની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

ગતો મુજબ 29 વર્ષીય સેજલ હકાભાઈ નૈયા અને 22 વર્ષીય કાજલ વચ્ચે ઘરના કામને લઈ હંમેશા ઝઘડા ચાલ્યા કરતા હતા. કાલે પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તો મોટી બહેન સેજલને માઠું લાગી આવ્યું હતું. સેજલે નાની બહેન કાજલને કહ્યું કે હવે જો, હું ફાંસો લગાડી લઈશ. નાની બહેને કાજલે મોટી બહેન સેજલની વાતને મજાક સમજી લીધી હતી અને અન્ય કામોમાં લાગી ગઈ હતી.

પણ થોડા સમય બાદ સેજલને રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈને નાની બહેન કાજલ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણીએ બહેનને આવી હાલતમાં જોઈને બાલ્કનીમાંથી નીચે પડતું મૂકી દીધું હતું. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને કાજલને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. કાજલની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સેજલના મોતથી પરિવારજનો પર માતમ છવાઈ ગયું છે અને શોકની કાલિમા ફરી વળી છે. સામાન્ય ઝઘડાના કારણે બે બહેનોએ અવિચારી અને અંતિમ પગલું ભરતાં આખો કિસ્સા રાજકોટમાં ચર્ચાસ્પદ બન્યો છે.