ગાંધીનગર સચિવાલયના અધિકારીઓ સાંજના સમયે ઘરે જાય ત્યાર બાદ સચિવાલયની બહારના દરવાજા પાસે અનેક યુગલો ભેગા થવા લાગે છે. આ યુગલ તમામ મર્યાદા ઓળંગીને અંગતપળો માણતા જોવા મળે છે. ગત સપ્તાહે સિનિયર મહિલા અધિકારી ગેટ નંબર-2 પરથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે એક કારમાં પુરુષ અને મહિલા કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ કારમાં કોઇ અનૈતિક કામ થતું હોય તેમ લાગતા આ મહિલાઅધિકારીએ તાત્કાલિક ગાંધીનગરના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી. જેથી સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમે રોજ સચિવાલયના ગેટ નંબર 2 અને 3ની બહાર સાંજે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું.
સચિવાલયની બહાર સાંજના સમયે પ્રેમી યુગલો અંગતપળો માણતા હોવાનું સામે આવી રહ્યું છે. આ જગ્યાઓ અતિ સંવેદનશીલ અને અવર જવરના કારણે અતિ મહત્વની ગણાય છે. ગત સપ્તાહે ગુજરાતના એક સિનિયર મહિલા આઇએએસ અધિકારી સાંજના સમયે ગેટ નંબર ૨થી ઘરે જવા નીકળી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક કાર પાર્ક હતી, એ સમયે તેમની કાર ત્યાં ધીમી પડી અને આ કારમાં પડદા લાગેલા હતા અને તેની અંદર યુગલ અંગતપળો માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. આ જોઇને મહિલા અધિકારી ચોંકી ઉઠ્યા અને શરમમાં મુકાયા હતા. આ વાતની જાણ તેમણે તાત્કાલિક ગાંધીનગર પોલીસના સિનિયર અધિકારીને જાણ કરી હતી. આ અંગે ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સપ્તાહથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ત્યાં કોઇ વ્યક્તિઓને કામ સિવાય ઉભા રહેવા દેવાતા નથી.