Jioને ટક્કર આપવાની તૈયારીમાં એરટેલ, આ છે જોરદાર પ્લાન અને બમ્પર સ્કીમ

રીલાયન્સની Jio ફાયબર બ્રોડબેન્ડ સર્વિસ, Jio પોસ્ટપેડ પ્લસ સર્વિસ અને અન્ય કેટલીક સર્વિસની જાહેરાત તાજેતરમાં જ રીલાયન્સની વાર્ષિક સામાન્યસભા દરમિયાન કરવામાં આવી હતી. આનાથી હવે વિપરીત રીતે બીજી હરીફ કંપની એરટેલ તરફથી અત્યાર સુધી કોઈ ઓફર આપવામાં આવી નથી. હવે બધાની નજર એરટેલ પર મંડાયેલી છે. આ ધમાચકડીની વચ્ચે રિપોર્ટ મળી રહ્યા છે કે એરટેલ પોતાની મોબાઈ સર્વિસને રિફ્રેશ કરવાની ફિરાકમાં છે અને આ વખતે કંપનીનું ફોકસ ARPUને જાળવી રાખવા માટે પ્રિમિયમ યૂઝર્સ પર છે.

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે એરટેલ હવે એરટેલ થેન્ક્સ પ્રોગ્રામ અંતર્ગત એરટેલ બ્લેક પેકેજ પર કામ કરી રહી છે. આ પ્લાનમાં વધુમાં વધુ પ્રિમિયમ ફિચર્સ હશે. સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી પ્રમાણે 999 રૂપિયા અથવા તો એનાથી પણ વધારાના પ્લાન લેનારા યૂઝર્સને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે એરટેલ બ્લેક પેકેજ હેઠળ યૂઝર્સને પ્રિમિયમ એપનું બંડલ, OTT પ્લેટફોર્મનું એક્સેસ, ઈન્ટરનેશનલ રોમીંગ પર ડિસ્કાઉન્ટ, કન્ઝ્યુમર બ્રાન્ડ્સ સહિત પર છૂટછાટ આપવામાં આવશે. વધુમાં અન્યોની સરખામણીમાં વધુ સારા કન્ટેન્ટની ઓફર પણ કરવામાં આવશે. એરટેલ બ્લેક મારફત કંપની લોઅર ટીયરને એરટેલ થેન્કસ યૂઝર્સને વધુમાં વધુ પ્રિમિયમ પ્લાનને પૂશ કરવામાં મદદરૂપ થશે.

એરટેલ તરફથી હાલ 499 રૂપિયે પ્રતિ મહિનાના પોસ્ટપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. બેઝ પ્લાનમાં 75GBથી લઈ 3G/4G ડેટા રોલઓવર, અનલિમિટેડ લોકલ- STD રોમીંગ કોલ, Netflixના પ્લાનમાં ત્રણ મહિના સુધી ફ્રી એક્સેસ, એક વર્ષ માટે ફ્રી એમેઝોન પ્રાઈમ અને એરટેલ થેન્કસ રિવોર્ડ્ઝ આપવામાં આવે છે.

એરટેલે એરટેલ થેન્કસ પ્રોગ્રામને પાછલા વર્ષ ઓક્ટોબર મહિનામાં લોન્ચ કર્યો હતો. આમાં યૂઝર્સને વધુમાં વધુ વેલ્યુ એડેડ સર્વિસીઝ આપવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ યૂઝર્સને OTT પ્લેટફોર્મનું એક્સેસ લિમિટેડ ટાઈમ માટે આપવામાં આવે ચે અને ફોન પર એક્સકલૂઝિવ ઓફર્સ આપવામાં આવે છે.