ભર ચોમાસે શાકભાજીના ભાવ સાતમા આસમાને: કેટલા વધી ગયા લસણ, નાના મરચા અને ટમેટાના ભાવ

પહેલાં કાળઝાળ ઉનાળો લંબાયો, પાણીના અભાવે શાકભાજીની વાવણી થઈ નહીં અને હવે ચોતરફ પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદનાં કારણે ખેતરોનાં ધોવાણ થઈ ગયાં છે. આનાં કારણે પણ શાકભાજી થતાં નથી. આ બધાં કારણોસર માર્કેટ યાર્ડ અને શાક માર્કેટમાં શાકભાજીની આવક ઓછી છે અને ઓછી આવકના પગલે ભાવ આસમાને પહેંચ્યા છે. અત્યારે હોલસેલમાં પણ 100 રૂપિયાથી નીચે કિલો એકપણ શાકભાજી નથી!

લાંબો સમય ગરમી પડી એટલે શાકભાજીનું વાવેતર થઈ શક્યું નહીં. એ પછી જોરદાર વરસાદ થતાં થોડાઘણા વાવેલાં શાકભાજી બગડી ગયાં. આ બધાની અસર ઉત્પાદન પર થઈ છે અને ઉત્પાદન ઓછું થતાં ભાવ ઊંચકાયા છે. યાર્ડમાં હોલસેલ ભાવ પણ 100 રૂપિયાથી નીચે નથી. છૂટક શાકભાજી વેંચનારા વેપારીઓ તેમાં થોડો ઘણો ભાવ ફેર કરીને વેંચે છે. એ હિસાબે છૂટક શાક લેનારને વીસ-ત્રીસ રૂપિયા વધારે મોંઘું પડે. માનો કે હોલસેલનો ભાવ 100 રૂપિયા કિલો હોય તો છૂટકમાં 120નું કિલો વેંચાતું હોય. સરારેશા દરેક શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.

દસ જ દિવસમાં રીંગણાના ભાવ આસમાને પહેંચી ગયા છે. દસ દિવસ પહેલાં હોલસેલમાં એક કિલોના 10 રૂપિયા ભાવ હતો, જે દસ ગણો વધીને 30થી 40 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારાએ શાકભાજીના વેપારીઓને પણ આંચકો આપ્યો છે. લસણના કિલોના ભાવ સુરતમાં 80થી 100 રૂપિયા થઈ ગયા છે. જ્યારે લવિંગયા મરચા(નાની મરચી)નો ભાવ 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ટમેટા 40 રૂપિયે કિલો મળી રહ્યા છે.