વીડિયો: મક્કામાં લાગ્યા “ભારત ઝીંદાબાદ”ના નારા, સુરત-અમદાવાદના હાજીઓએ એવું કર્યું કે બધા દંગ રહી ગયા

ગુજરાત સહિત દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશવાસીઓ જ નહીં પણ વિદેશમાં વસતા ભારતીયોએ પણ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો તો આ શ્રેણીમાં સુરત અને અમદવાદના હાજીઓ કેમ બાકાત રહી જાય. સાઉદી અરેબિયાના મક્કા શરીફમાં પવિત્ર હજ યાત્રા કરવા ગયેલા હાજીઓએ પણ મક્કામાં ભારત ઝીંદાબાદનો જયઘોષ કર્યો હતો અને ઉમંગ સાથે આઝાદ દિનની ઉજવણી કરી હતી.

ચાલુ વર્ષે હજ યાત્રાએ ભારત દેશના 2 લાખ જેટલા હજ યાત્રીઓ મક્કા ખાતે ગયેલા છે. હજના મુખ્ય દિવસ 9મી ઓગસ્ટની સાંજથી 14 મી ઓગસ્ટ સુધી ઈબાદત ગુજારી હતી. આખા વિશ્વના અંદાજિત 30 લાખથી વધુ હાજીઓ મક્કા ખાતે એકત્ર થયા છે. શાંતિ પૂર્ણ માહોલમાં હજના દિવસો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં હાજીઓ સ્વદેશ પરત ફરશે.

જૂઓ વીડિયો: શું કહ્યું મક્કા ખાતેથી હાજીઓએ…

આજે 15 મી ઓગસ્ટ ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. મક્કા-મદીના ખાતે ગયેલા સુરત જિલ્લા અને અમદાવાદના હાજીઓએ પણ મક્કા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. હાજીઓએ રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદ ના નારા મક્કામાં લગાવ્યા હતા. હાજીઓ એ ભારત દેશ તરક્કી થાય અને શાંતિ અને સલામતી કાયમ રહે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો હળી મળીને રહે એવી તમામ હાજીઓ એ દુઆ ગુજારી હતી