અમદાવાદમાં રહેતી પાકિસ્તાની બહેને PM મોદીને બાંધી રાખડી અને આપી આ ખાસ ગિફટ

પંદરમી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની સાથો સાથ રક્ષાબંધનના પર્વની પણ ઉજવણી થઈ રહી છે. PM મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું અને તિરંગો ફરકાવ્યો. ત્યાર બાદ તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોની સાથે કેટલીક પળો વિતાવી અને મહિલાઓ પાસે રાખડી બંધાવી. આ બધાની વચ્ચે PM મોદીની પાકિસ્તાની બહેને પણ તેમને રાખડી બાંધી હતી અને પતિ દ્વારા બનાવાયેલી પેઈન્ટીંગ ગિફટમાં આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એએનઆઈએ વીડિયો પોસ્ટ કર્યો છે.

PM મોદીની પાકિસ્તાની બહેનનું નામ કમર મોહસીન છે. જે મૂળ પાકિસ્તાનની રહીશ છે. લગ્ન કર્યા બાદ તે ભારત આવી ગયા છે અને અમદાવાદમાં રહે છે. 38 વર્ષથી કમર મોહસીન PM મોદીને રક્ષાબંધનને નિયમીત રાખડી બાંધતા આવ્યા છે. કમર મોહસીનના પતિ પેઈન્ટર છે અને તેમણે PM મોદીની પેઈન્ટીંગ પણ બનાવી છે. રાખડી બાંધ્યા બાદ આ પેઈન્ટીંગ PM મોદીને ગિફટ તરીકે આપવામાં આવી હતી.