PM મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન કરતી વખતે ત્રણ મોટી જાહેરાત કરી છે. PM મોદીએ સેનાના ત્રેણય સેનાપતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની રચના કરવાની જાહેરાત કરી છે. PM મોદીનું માનવું છે કે દુનિયા બદલાઈ રહી છે અને આ બદલાતી દુનિયામાં કોઈનાથી પણ પાછા રહેવાનું નથી.
PM મોદીના પ્રમાણે દેશની ત્રણ આર્મીમાં એવું કશું ન થવું જોઈએ કે એક સેના સૌથી આગળ છે, એડવાન્સ છે અને બીજી નથી. તેમણે કહ્યું કે દેશની ત્રેણય સેનાને એડવાન્સમેન્ટ કરવાનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું છે પણ હજુ સુધી ટેક્નિકલી લેવલ પર લાવી શકાઈ નથી.
તેમણે કહ્યુંકે ભારતની ત્રણેય સેના વચ્ચે સંકલન હોવું જરૂરી છે, જેના કારણે સેના શક્તિશાળી બની શકે. સૈન્ય શક્તિને એક સાથે એકત્ર કરીને કામ કરવાનું છે. હવે ચીફ ઓફ ડિફેન્સ એટલે CDSની રચના કરવામાં આવશે. આના કારણે સેનાની ત્રણેય પાંખોને એક પ્રભાવી નેતૃત્વ મળી શકશે.
અત્રે નોંધનીય છે કે 1999માં કારગીલ યુદ્વ વખતે સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંકલનની ઉણપ જણાઈ આવી તી. આના કારણે તે વખતે એટલે 19 વર્ષ પહેલા ચીફ ઓફ ડિફેન્સની રચના કરવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેની રચના કરવાની માંગ પણ કરાઈ હતી. 2012માં નરેન્દ્ર ચંદ્ર કાર્યદળે પણ આવા પ્રકારના કાયમી પદની માંગ કરી હતી.