દુનિયામાં સૌથી વધુ રૂપિયા કોઈ સ્પોર્ટસમાં હોય તો એ ખેલને રમવામાં આવે છે. પણ આ વાત માનવાનો કદાચ કોઈ ઈન્કાર નહીં કરી શકે કે બોક્સિંગની પણ ગણના રૂપિયા રળી આપતી રમતમાં કરવામાં આવે છે. હવે પૂર્વ વિસ્વ ચેમ્પિયન માઈક ટાયસને એક વાત કરીને સૌને ચોંકાવી દીધા છે કે તેઓ ગાંજાનો નશો કરવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે.
ટાયસની સંપૂર્ણ કરિયર વિવાદોથી ભરેલી છે. આના કારણે તેમને ધ બેડેસ્ટ મેન ઓફ ધ પ્લેનેટ એટલે ધરતી પરના સૌથી ખરાબ માણસ તરીકે ગણવામાં આવે છે. ટાયસન અમેરિકાના કેલિફોર્નિયામાં હાલ બિઝનેસ કરી રહ્યા છે. આ જગ્યાએ ગાંજો પીવાનું કાયદેસર છે. 53 વર્ષીય ટાયસને કહ્યું છે કે દર મહિને ગાંજો પીવા માટે અંદાજે 40,000 ડોલરનો ખર્ચ કરે છે. મતલબ કે ભારતીય ચલણમાં પ્રમાણે ટાયસન અંદાજે 28 લાખ રૂપિયા ગાંજો ફૂંકી મારવા પાછળ કરે છે.
ઈબેન બ્રિટોનની સાથે પોડકોસ્ટ પર વાત કરતા ટાયસને કહ્યું કે આપણે એક મહિનામાં કેટલો ગાંજો પી શકીએ છીએ. અંદાજે 40 હજાર ડોલર. ટાયસનનો જવાબ સાંભળી બ્રિટોને કહ્યું કે એક મહિનાની અંદર લગભગ કુલ 10 ટન ગાંજો પીવાઈ જાય છે. ટાયસને પ્રતિ જવાબ આપ્યો કે શું આ ગાંડપણ નથી.
ટાયસનને બોક્સિંગ રીંગમાં એક ઝનૂની બોક્સર તરીકે ઓળખવામાં આવે છે. એવું નથી કે ટાયસને હેલ્થના પ્રોબ્લેમ નથી રહ્યા. બોક્સિંગ રીંગમાંથી રીટાયર થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું. આના કારણે આર્થરાઈટીસના રોગનો સામનો કરવો પડ્યો હતો. બિમારીના કારણે ટાયસન શાકાહારી બની ગયા હતા. ટાયસને આ અંગે કહ્યું કે એક તબક્કે મને લાગ્યું કે હવે હું મરી જઈશ, પણ શાકાહારી બન્યા બાદ શરીરમાં શક્તિનો સંચાર થયો અને ત્યાર બાદ ગાંજાના નશાના રવાડે ચઢી ગયા.